Archive for February 2011

સાસુજી ડોટકોમ

સાસુજી ડોટકોમ,ઘરવાળી ડૉટ કૉમ,
ડૉટકૉમ સાસરિયું આખું;
પરણ્યાની વેબસાઈટ એવી ભયંકર કે
કોના તે નામ એમાં રાખું ?


સાળોજી ડૉટકૉમ નામ રાખીએ,
ને ઓલી સાળી રિસાય એનું શું ?
સાસુને એકાદ સાડી જ્યાં આપું,
ને સસરો ખિજાય એનું શું ?


મોંઘવારી ડૉટકૉમ એટલું ઉકેલવામાં,
ઊકલી ગઈ સેલેરી આખી…!
દૂધવાળા,શાકવાળા,કામવાળા જોઈને,
ઊતરી ગઈ કૅલેરી આખી…!


વેલણિયું ડૉટકૉમ સાવરણી ડૉટકૉમ,
ડૉટકૉમ સાણસી તાવીથા;
પત્નીની ફેંકસાઈડ કેટલી ભયંકર;
કે છીબાની ફેંકી કવિતા…!
એજ ફક્ત પત્નીને કાબૂમાં રાખે,
જે આપે મહિનામાં બે-સાડી;
પાર્લરના વાયરસથી ત્રાસેલા પતિઓ-તો,
બોલે છે ઓય ઓય માડી…!

Older Entries