નવ જીવન

રમેશ તો નવાઈમાં ડૂબી ગયો ! ઓરડામાં ચારે બાજુ કારોરયીઓના ચિત્રો, રંગોની ડબ્બીઓ, કેનવાસ, કાગરના થપ્પા ને આ બધાની અન્દેર ખુપેલા પપ્પા ! રમેશના હાથમાં એક વાર્તાનું પાનું આવી ગયું. "એક હતી કોયલ. તે માંદી પડી. તેને ખબર પડી કે તેનો અવાજ થોડા દી’ પુરતો બેસી જશે. એની ખાબેર કાઢનારા કહે, ‘અરરર તારો અવાજ બેસી જશે. બે-ચાર દી’ અવાજ ચાલ્યો જઈ એમાં કાઈ આખું જીવન નકામું નહી થાય જાય, કાગડા કાકા ! હું કાઈ એમાં હિમત હારું એવી નથી. અવાજ બેસી ગયો એટલે એવું સમજો કે દસમાં-બારમાં ધોરણની પરીક્ષામાં પેપર નબળું ગયું, કાં એમાં નાપાસ થયા બસ એટલું જ … તમે ખાલી ચોપડીની પરીક્ષામાં જ હારી ગયા, પરંતુ પરીક્ષા પૂરી એટલે તમારું સાવ પૂરું થાય ગયું એવું નથી. તમારી સામે હજી આખી જિંદગી પડી છે. હજી ઘણી બધી તકો, પ્રવૃત્તિઓ છે."

કોયલ ફરી ટહુકો કરતા અગર બોલી. "કાળઝાળ ગરમીમાં એક વખત પાક સાવ બળી જાય તો ધરતી કાયમને માટે સુકીભઠ્ઠ થાય જતી નથી, વાંદરાભાઈ…! એ એમ નથી વિચારતી કે આપણી જિંદગી ખતમ. પાક ખાલી એક જ વાર બગડ્યો છે. પણ ફરી એ જ જમીનમાં વાવશો તો પાછુ ઉગશે, એટલું જ નહી, ચોતરફ અનેરી હરિયાળી લહેરાઈ ઊથશે, કારણ કે નબરો પાક એ માત્ર એક પરીક્ષા કે તેનું પેપર છે… પણ પાક એ આખા જીવનનો સાર નથી… અભી તો પિકચર બાકી હૈ મેરે દોસ્ત ! " કરતા જાળ કરોળિયો ભોય પડી પછડાય, તૂટે ઘર તો પાછુ… નવું બનાવતો જાય " … એટલે હું નિરાશ થાય આપઘાતના અવળા વિચારો નહી કરું. " ને કોયલ ખરેખર થોડા દિવસ પછી એ જ મસ્તીમાં ફરી ટહુકવા લાગી ને બીજાનેય ખુશ કરી સાચો રસ્તો બતાવી ગઈ …!"

"વાહ પપ્પા વાહ, શું ગજબનું લખ્યું છે બાકી તમે !" દીકરો તાળી પાડીને બોલ્યો… ને પોતાની ધૂનમાં ગુલતાન એવા હિમતલાલ ચમકયા. " લે તું ક્યારે રૂમમાં અંદર ઘુસી ગયો દીકરા ! એક પુસ્તકે મને જગાડ્યો, જેમાં લખેલું કે ‘તમે જીવનમાં ક્યારેય ન કર્યું હોય એવું સારું, કંઈક નવું કરી બતાવો.’ નાનો હતો ત્યારે હું સરસ ચિત્રો દોરતો, પણ છેલ્લા વીસ વરસથી ધંધાની, પૈસાની હયવોયમાં હું ભૂલી ગયો હતો, પરંતુ આજે મેં નક્કી કર્યું કે આજકાલ વિદ્યાથી એકાદ પરીક્ષામાં હિમત ગુમાવી જીવન ટુકાવી દે છે, તે ન થાય એવું કંઈક કરું. ને દીકરા સાચું કહું ? આ વાંચીને વિદ્યાર્થી વગેરેને તો મળશે જ, પણ મને તો અત્યારે જ નવજીવન મળી ગયું. જો આ ચિત્રો. " ૧ લુ ચિત્ર કરોળિયો ચડે એવું, બીજું તે પડે એનું, ને ત્રીજું તે ફરી ઉપર ચડી અંતે ઘર બનાવવામાં સફર થાય એ પ્રકારનું હતું … રમેશે ચિત્રો જોયા … અને પછી ઘરની બહાર નીકળ્યો.

દીકરો મોડી સાંજે ઘરે પાછો આવ્યો… ને પપ્પાને વળગી રડવા માંડ્યો… બોલ્યો, "પપ્પા, સવારે હું જયારે તમને મળવા આવ્યો ત્યારે અમારી પરીક્ષા પૂરી થતા જ મિત્રો સાથે કાંકરિયા તળાવ ફરવા જવાની રજા લેવા આવ્યો’તો, પણ સાચું કહું ? … હું ત્યાંથી પાછો ન્હોતો આવવાનો… પણ તમારી વાર્તા… ચિત્રો જોઈ હું ઘરે પાછો આવ્યો છું."

પપ્પા ગળગળા અવાજે કહી રહ્યા. "બેટા, એવા અનેક લોકો છે જે ભણવામાં "ઢ" હતા. ચાત સફળ બન્યા છે. પરીક્ષા મહત્વની છે. એનું મૂલ્ય ઓછુ ન અંકો. દિલ દઈ, પૂરી મહેનત કરી પરીક્ષા આપો, પણ એન જ ફૂટપટ્ટીથઈ તમારી કુશળતાને ન માપો… એ પરીક્ષા જ આખા જીવનનું માપ નથી.પરીક્ષા એ જીવનની છેલ્લી તક નથી. એની બહાર પણ એક જીવન છે. સચિન તેંડુલકર ઝીરોમાં આઉટ થાય તો એ કાયમ માટે ક્રિકેટ છોડી નથી દેતો… ફરી હિમત બતાવી બીજા મેચમાં સદી ફટકારે છે. ઝીરોમાંથી હીરો બની જાય છે. હરો ભલે, પણ હિમત ના હરો. બેટા, તું અ પરીક્ષામાં ભલે કદાચ નાપાસ થા, પણ જીવનની પરીક્ષામાં તો તું ફર્સ્ટ ક્લાસ પાસ થયો છે. અભિનંદન. " ને પિતા-પુત્ર બંને ખુશીમાં નાચવા લાગ્યા…

Leave a Reply

You must be logged in to post a comment.