લાગ્યો છુ

દિપકની જેમ સળગતો રહ્યો છુ ખુણામા,
આવતી નીંદરને બસ લાગ્યો છુ ખોવામા,

તમે છેડો નહી મને આવી અજીબ રીતે,
એ વિતેલી યાદોને લાગ્યો છુ સજાવામા,

અમૃત પ્યાલો હતો એ પ્રેમનો પીધેલો,
વગર પ્રેમે જીવન લાગ્યો છુ જીવવામા,

થાકી ગયો કરી લાખ કોશીશ ફરી ફરી,
આ ઘાયલ હ્રદયને લાગ્યો છુ મનાવામા,

મોંઘેરા હતા એ શબ્દો જે કહેલા ક્યારેક,
કરેલા બધા કોલોને લાગ્યો છુ ભુલાવામા,

પાયલનો ઝંકાર કરતા નીકળતા સામેથી,
મૌન સાધી આ હોઠોને લાગ્યો છુ સીવવામા.

નીશીત જોશી

Leave a Reply

You must be logged in to post a comment.