મમ્મી, તું તારામાં ખોવાઈ ગઈ – વીણેલાં ફૂલ

રસોડાનું કામ પતાવી એ બાથરૂમમાં ગુસી. કપડા ધોયા, નીચોવ્યા, અને બે બાલદી ભરી કપડા લઇ બાલ્કનીમાં આવી. ફટાફટ કપડા સુકવી નાખ્યા. ફરી ઘરના કામે વરગી ગઈ.

બપોરે ત્રણેક વાગે સુકાયેલા કપડા ઉતારી લીધા. ગાડી વારીને બધાના કપડાની જુદી જુદી થપ્પા કરવા માંડી. હવે એના દીકરાઓના અને પતિના કપડા એટલા બધા સરખા માપના થાય ગયા છે કે ઓરખવામાં એની વારંવાર ભૂલ થયા કરે છે.

‘અરે, મમ્મી ! તું તો કમાલ છે ! આ લેંઘો તો પપ્પાનો છે.’

‘આ પહેરણ મારું નથી. તને કેટલી વાર કહ્યું, મારા પહેરણ ને ખિસ્સા નહી, એ સૌથી મોટી નિશાની. આટલું તું જોઈ નથી શક્તિ ?’

એ થોડી ખિસિયાની પડી જાય છે. પણ વાતને હસી કાઢે છે. છેવટે બધાના કપડા પર નિશાન લગાવ્યા. જો કે તોય ક્યારેક ભૂલ તો થતી રહી.

બેલ વાગ્યો. એ દોડતિક ગઈ, અને બારણું ખોલ્યું. ‘આવી ગયો, બેટા ?’ – એમ હજી એ કહેવા જાય છે, તેટલી વારમાં તો બેટો પોતાના ઓરડામાં ચાલ્યો ગયો.

ફરી બેલ વાગે છે. વહુ આવે છે. ‘બહુ થાકેલી લાગે છે.’

‘હા, મમ્મી ! આજે બહુ કામ રહ્યું,’ કહી વહુ પણ પોતાના ઓરડામાં જતી રહે છે.

એ ટેબલ સાફ કરી નાખે છે. તેના પર નાસ્તો ગોઠવી દે છે. ચા બનાવી દે છે. દીકરો – વહુ આવીને ચા-નાસ્તો કરી જાય છે.

ફરી બેલ વાગ્યો અને પતિ આવ્યા. હાથ – મો ધોઈ એ પણ ટેબલ પર આવે છે. એમની સામે પણ ચાનો કપ અને નાસ્તાની ડીશ મૂકી જાય છે. એ પતિની સામે બેસે છે. એને હતું કે પતિ બે વાત કરશે. પણ નાસ્તો કરતા કરતા એ તો છાપામાં ડૂબેલા છે. આજે સવારે છાપુ નહોતું વંચાયું, તે પૂરું કરી નાખવું છે.

ત્યાં દીકરો આવી પૂછે છે, ‘મમ્મી ! મારા રૂમમાંથી બામની શીશી તે લીધી છે ?’

‘હા,’ કહી ઉઠીને બામની શીશી આપે છે. ‘કેમ બેટા, માથું દુખે છે? લાવ, બામ લગાવી અપૂ !’

‘મમ્મી, મારું નહી, લતાનું’ – કહી દીકરો ઝટ ચાલ્યો જાય છે. એના મનમાં જરીક વિચાર આવી જાય છે કે દીકરાએ પણ ના પૂછ્યું કે માં તારે બામ કેમ લેવો પડ્યો ? તારું માથું દુખ્યું હતું ?

રસોડાનું થોડું કામ પતાવી એ ઝટ – ઝટ દીકરા-વહુના ઓરડામાં જાય છે. ‘લતા – બેટા ! લાવ, માથું દબાવી દઉં’ પણ ત્યાં તો … ‘શી… શી… એને ઊંઘ આવી ગઈ છે, જગદીશ નહી’ એમ દીકરાએ ઇશારાથી કહ્યું.

ત્યાં તો નાનો દીકરો ચાર – પાંચ દોસ્તોને લઈને આવી પહોચ્યો. ‘મમ્મી, નાસ્તો ! ચાર કપ ચા અને બે કૉફી.’

ચા-નાસ્તો થાય છે. ગપ્પા મરાય છે. મમ્મી જોતી જોતી જોતી ભુતકારમાં સારી જાય છે… પહેલા તો પતિ આવે ત્યારે ચારેય જણ સાથે બેસીને ચા – નાસ્તો કરતા અને નિરાંતે વાતો કરતા. એકાદ કલાક બેઠક જામતી. પણ હવે એ પરંપરા તૂટી ગઈ છે. કોઈને સાથે બેસવાનો સમય જ ક્યાં છે ? દરેક પોતપોતાની દુનિયામાં વ્યસ્ત છે, મસ્ત છે. મારી પોતાની કોઈ દુનિયા ખરી ? આ બધાની દુનિયા એ જ મારી દુનિયા ને !

તેવામાં પતિને યાદ આવ્યું અને એ બોલ્યા, ‘કાલે મહેતાનો ફોન આવેલો. મને કહ્યુયે નહી ? તને કેટલી વાર કહ્યું કે ફોન પાસે કાગર ઉપર લખી રાખ !’

થોડી વારે શાક લઈને એ પતિ પાસે જઈ બેથી. એ શક સમારતી રહે છે. એકાદ વાર કૈક વાત ઉપાડવા જઈ છે, ‘પણ ‘હં… અ…’ કરી પતિ વાંચવામાં જ લીન છે. એ શક સમારીને રસોડામાં પેસે છે.

હવે રસોઈ બધી તૈયાર છે. પણ જમનારા ક્યાં ? પતિને બોલાવવા ગઈ તો કહે, ‘થોડી વાર પછી’. નાનો દીકરો ફરી બહાર ગયો છે. મોટા દીકરા – વહુના ઓરડાનું બારણું હજી ખ્લુયું નથી.

કેટલીયે વાર સુધી એ શૂન્યમનસ્ક બેસી રહી. ત્યાં એની નજર પુસ્તકની અભરાઈ પર પડી. એક પુસ્તક લઇ એ પથારીમાં અડી પડી. જોયું તો એકાદ વરસ પહેલા એ પુસ્તક વાંચવા લીધેલું, પછી છૂટી ગયેલું. આજ એ જ પુસ્તકમાં તન્મય થાય ગઈ. કોઈની હાકથી જાગી અને ચોકીને જોયું તો વહુ, બંને દીકરા ને પતિ વિસ્મિત નજરે એને જોઈ રહ્યા છે.

‘મમ્મી, તું તો તારામાં જ ખોવાઈ ગઈ ! ખવડાવવું છે કે નહી ?’

Leave a Reply

You must be logged in to post a comment.