રશિઆથી આવેલી ટપાલ

ગનીદાદા ના દીકરાએ કહ્યું કે “બાપુજી બધા નાં છોકરો પરદેશ જાય છે, તો મારે પણ જાવું છે. રશિઆમાં ઓફીસ અને કારખાના માં માણસોની જરૂર છે. મેં રશિયન એમ્બેસી માં અરજી કરેલી તે પાસ થઇ ગઈ અને વિસા મળી ગયો છે. તમે રજા આપો તેટલી વાર છે.”

“ભાઈ રશિઆ માં કોમ્યુનીસ્ટ પાર્ટી નું રાજ છે. અને ત્યાની સરકાર વિરૃદ્ધ કંઈ લાખો કે કરો તો જેલ ભેગા કરીદે.સેન્સરશીપ બહુ કડક છે. અરે તમારો બીજા સાથે નો પત્રવ્યવહાર પણ કેજીબી વાળા તપાસે…. ફસાઈ જાશો.” ગનીદાદા એ સલાહ આપી. “પણ બાપુજી આ ભાવનગરમાં તમે નોકરી કરોછો અને હું રીટાયર બેઠો છું. આની કરતા કંઈ કામ તો મળશે. એ લોકો યુંનીફર્મ આપે છે અને રહેવાની, જમવાની વ્યવસ્થા પણ કરી આપેછે. જો હું ત્યાં બરાબર સેટ થાઉં તો મારા બીજા ભાઈઓને પણ બોલાવી લઈશ.”

” તારો વિચાર વ્યાજબી છે. પણ ત્યાં સારૂછે કે ખરાબ એ તું અમને કેવી રીતે જણાવીશ? પત્રો બધા સેન્સર થાય છે એટલે તું એમ લખીશ કે અહી હાલત કંગાળ છે અને આવવા જેવું નથી તો તને જેલ ભેગો કરી દેશે.” ગનીદાદા એ કહ્યું. “એક રીતે થઇ શકે. તું ત્યાં જા. જો બધું બરાબર હોઇ તો કાળી શાહી થી પત્ર લખી ખબર અંતર જણાવજે. અને જો બરાબર ન હોઇ અને ત્યાં આવવા જેવું કંઈ નો હોઇ તો પત્ર લાલ શાહી થી લખજે એટલે અમે સમજી જાશું.” ગનીદાદા એ કોઠાસૂઝ સૂચના આપી અને દીકરાને રશિયા રવાના કર્યો.

મહિનાઓ સુધી કંઈ ખબર નાં આવ્યા. લગભગ છ સાત મહિના બાદ તેનો પત્ર આવ્યો.

“પુજ્ય બા અને બાપુજી,

અહી તો બધું ખુબ સરસ છે. બધીજ જાતની સુખ સગવડો છે. મને સારો ઓરડો રહેવા આપ્યો છે, જમવા માટે એક સામાજિક રસોડું છે. તેમાં સરસ મજાની પાઉં અને રસાવાળું સ્વાદિષ્ટ શાક દરરોજ સવાર સાંજ પીરસે છે. યુનિફોર્મ આપ્યો છે. ખટારા માં કારખાના માં કામ કરવા લઇ જાય છે. બધા લોકો ખુબ સુખી છે. બધું સ્વર્ગ જેવું છે. ફક્ત એક વાત નો અફસોસ છે. તે એ કે અહી લાલ શાહી નથી મળતી.

લિ. તમારો દિકરો”

Leave a Reply

You must be logged in to post a comment.