ભગવાન આ તારી limitation છે

ભગવાન આ તારી limitation છે કે પછી તું અમને લલ્લુ બનાવે છે?
જયારે પણ તું આવે છે ત્યારે જુદા નામ લઇ આવે છે …
મુશ્કેલી દુર કરવાને બદલે તું વધારી ને જાય છે …
તને શું ખબર નથી કે તારા નામ ને લઇને આ લોકો કેટલું લડે છે …
જો તું છે એક તો તારા નામ કેમ અનેક?

ભગવાન આ તારી limitation છે કે પછી તું અમને લલ્લુ બનાવે છે?
જયારે પણ તું આવે છે ત્યારે જુદા રૂપ લઇ આવે છે …
મુશ્કેલી દુર કરવાને બદલે તું વધારી ને જાય છે …
એટલા રૂપ તે બદલ્યા છે કે હવે તું આવે તો તને બહુરૂપી માની કોઈ બારાના પણ ના આપે …
જો તું છે એક તો તારા રૂપ કેમ અનેક?

ભગવાન આ તારી limitation છે કે પછી તું અમને લલ્લુ બનાવે છે?
જયારે પણ તું આવે છે ત્યારે જુદા ધરમ લઇ આવે છે …
મુશ્કેલી દુર કરવાને બદલે તું વધારી ને જાય છે …
તને શું ખબર નથી કે તારા ધરમને લઇને આ લોકો કેટલું લડે છે …
જો તું છે એક તો તારા ધરમ કેમ અનેક?

લાગે છે નથી આ તારી limitation કે નથી તું અમને લલ્લુ બનાવતો …
તને અમારી બીક લાગે છે કે, અમે જો તને ઓરખી જઈશું તો તને પૂરો કરી દઈશું …

Leave a Reply

You must be logged in to post a comment.