hathiwala.net

Knowledge is Power

કાલની દીકરી આજ વહુ થઈ ગઈ,
કાલે જલસા કરતી હવે સાસરીયામાં સેવા કરતી થઈ ગઈ,
કાલે જીન્સ પહેરતી આજ સાડી પહેરતી થઈ ગઈ,
માવતરમાં વહેતી ચંચલ નદી સાસરીમાં ધીર ગંભીર થઈ ગઈ,
રોજ છૂટથી પૈસા વાપરતી આજ શાકભાજીના ભાવ કરતી થઈ ગઈ,
કાલે સ્કુટી ફૂલ સ્પીડમાં ચલાવતી આજ બાઈકમાં પાછળ બેસતી થઈ ગઈ,
ગઈકાલ સુધી ૩ ટાઇમ બિન્દાસ જમતી આજ ૩ ટાઇમ જમવાનું બનાવતી થઈ ગઈ,
હમેશા પોતાનું ધાર્યું કરતી આજ પતિનું ધાર્યું કરતી થઈ ગઈ,
માં પાસે કામ કરાવતી આજ સાસુમાનું કામ કરતી થઈ ગઈ,
બેન સાથે લડતી જગડતી નણંદનું કહ્યું કરતી થઈ ગઈ,
ભાભીની મજાક કરતી આજ જેઠાણીને આદર આપતી થઈ ગઈ,
પિતાના આંખનું પાણી આજ સસરાને ગ્લાસનું પાણી થઈ ગઈ,
છતાં પણ પિતા કહે છે કે વાહ અમારી આંખનું રતન,
અમારી લાડો “દીકરી” સાસરીયે જઈ સુખી થઈ ગઈ.

લેખક : અજ્ઞાત



એવું રે તપી રે ધરતી એવું રે તપી,
જેવાં જપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી.

અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય,
કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય.
તોયે ન આવ્યો હજુ મેહુલો જતિ ! એવું રે

વન રે વિમાસે, એનાં જન રે વિમાસે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે :
જટાળો એ જોગી ક્યાંયે કળાતો નથી ! એવું રે

કહોને તમે સૌ તારા ! દૂરે છો દેખાનારા,
કહોને ડુંગરનાં શિખરો ! આકાશે પહોંચનારાં :
આંખોની વીજ એની ઝબૂકી કહીં ? એવું રે

કહોને સાગરનાં પાણી, તમને છે સંભળાણી
ઘેરી ગંભીર એની આવતાં ક્યાંયે વાણી ?
એની રે કમાન દીઠી તણાઈ કહીં ? એવું રે

આવોને મેહુલિયો ! આવો, ધરતીનાં તપ છોડાવો,
રૂપે ને રંગે નવાં, તપસીને એ સુહાવો :
અમરતથી હૈયું એનું દિયોને ભરી ! એવું રે



મહારોગ તને થયો, કહે હવે શું થાય છે ?
ઘડી હસે, ઘડી રડે આ તે કેવી ભવાઈ છે ?

પુછું છું કાઈક અને ઉત્તર આપે છે કાઈક
આખો વખત શું એના વિચારો માં જ ખોવાઈ છે ?

કાળો છે કે ગોરો છે ? કહેને કેવો છોરો છે ?
મનેય જાણવાની હવે ઘણી ઉત્કંઠા થાય છે.

ખોટું ન બોલીશ જરા, કશુ નથી તેમ ના કહે
આંખો તારી ચમકે છે ને, ચાલ તારી બદલાઈ છે.

આપ તારો બગલથેલો, જોવા દે તારી નોટો
અરે આ પુસ્તકની વચ્ચે, શેની ચબરખી દેખાય છે ?

હવે તું માની જરા, પ્રેમ થયો ભારે તને
કહે તું વિગતો હવે, શું શું હ્રદયમાં થાય છે ?


સૌજન્ય: સર્જન સહિયારું